શુક્રવાર, 19 એપ્રિલ, 2019

આયુર્વેદિક બુકનો ખજાનો.

આયુર્વેદિક બુકનો ખજાનો.

નમસ્કાર મિત્રો , અહિ આયુર્વેદિક બુકોનું કલેક્શન આપેલું છે. રોજબરોજ જોવા મળતા રોગો અને તેના ઘરગથ્થુ ઉપચાર આ બુકોમાં આપેલા છે. તથા ઘણી બુકોમાં જે-તે રોગો વિષે વિસ્તારથી માહિતી આપવામાં આવેલી છે. મને આશા છે કે મારું આ આયુર્વેદિક બુકોનું કલેક્શન આપને ગમ્યું હશે. તથા આ પેજને તમારા મોબાઈલમાં બુકમાર્ક કરી રાખવું જેથી જ્યારે અહિ કલેક્શનમાં નવી બુકો ઉમેરવામાં આવે ત્યારે તમને જાણ જાય .

નોંધ : નીચેના કલેક્શનમાં પ્રથમ નંબરની બુક "સરળ રોગોપચાર" માં તમને મોટાભાગના રોગો તથા ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર માટેની માહિતી મળી રહેશે. તેથી તે જરુરથી ડાઉનલોડ કરજો.


• સરળ રોગોપચાર : Download
• ઔષધો અને રોગો : Download
• અસરકારક આયુર્વેદિક ઉપચાર : Download
• આયુર્વેદ ચિકિત્સાના 50 સફળ કેશ :Download
• કમરનો દુખાવો સંપૂર્ણ બુક : Download
• કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા : Download
• દવાની સારી/માઠી અસરો : Download
• ડેન્ગ્યું અને ચિકનગુનિયા : Download
• ડાયાબિટીસ સંપૂર્ણ બુક : Download
• આંખની પીડાના ઉપચાર : Download
• આંખની તફલીફો અને સંભાળ : Download
• પ્રાથમિક સારવાર ભાગ-1 : Download
• પ્રાથમિક સારવાર ભાગ-2 : Download
• હ્રદય રોગ - તકલીફ અને સારવાર :Download
• બ્લડપ્રેશર : Download
• શરીર રક્ષક દળ : Download
• કિડનીના રોગો માટે સાવચેતી અને સારવાર :Download
• મનશાંતી : Download
• ઔષધિય વનસ્પતિ-બનાવટ અને ઉપયોગ :Download
• નિરોગી રહેવાના ઉપાયો : Download
• જાડાપણું-લક્ષણો અને ઉપચાર : Download
• હાડકા અને સાંધાની તકલીફો : Download
• પ્લેગ : Download
• સગર્ભા સંભાળ : Download
• સ્વદેશી ચિકિત્સા ભાગ-1 : Download
• સ્વદેશી ચિકિત્સા ભાગ-2 : Download
• સ્વસ્થ આહાર : Download
• વ્યસનમુક્તિ : Download
• સર્વાંગી વ્યાયામ : Download
• સ્વાસ્થ્ય સુધા : Download
• સ્વાઈન ફ્લુ વિશે માહિતી : Download

મંગળવાર, 9 એપ્રિલ, 2019

કોઈએ તમારા વિરુદ્ધ ખોટી FIR લખાવી હોય તો જલ્દીથી કરો આ કામ, કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે


કોઈએ તમારા વિરુદ્ધ ખોટી FIR લખાવી હોય તો જલ્દીથી કરો આ કામ, કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે



હાલ આપણે જોઈએ છીએ કોઈના વિરુદ્ધ FIR દાખલ થઇ હોઈ તો પોલીસ તેની ધડપકડ કરે છે. પરંતુ આપણા ભારત દેશમાં બધા જ નાગરિકોને હકો મળેલા છે. જેથી દરેક નાગરિક પોતાનો બચાવ કરી શકે છે. જો આપની વિરુધ્ધ કોઈએ ખોટી FIR કરી હોય તો આપ એને ચેલેન્જ કરી શકો છો. એવામાં જો આપની દલીલ સાચી રહી તો આપને હાઇકોર્ટ દ્વારા રાહત મળી શકે છે.

અમે જણાવી રહ્યાં છીએ કે કોઈ ખોટી FIR કરી હોય તો એનાથી કેવી રીતે બચી શકાય. આ બાબતે હાઇકોર્ટના વકીલ સંજય મેહરાનું કહેવું છે કે ઇંડિયન પિનલ કોડની કલમ 482 અંતર્ગત આવા પ્રકારના કિસ્સામાં ચેલેન્જ કરી શકાય છે. કોર્ટેને યાચિકાકર્તાની દલીલ સાચી લાગે તો રાહત મળી શકે છે.

જો કોઈએ તમારી વિરુધ્ધ ખોટી FIR કરી હોય તો આ કલમનો ઉપયોગ કરી શકો છો. આ કલમ દ્વારા વકીલના માધ્યમથી હાઇકોર્ટમા વિનંતિપત્ર (દયાની અરજી) લગાવી શકાય છે.

આ અરજીની સાથે આપ આપની નિર્દોષતાના પુરાવા પણ આપી શકો છો. જેમાં આપ વિડીયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ,ફોટોગ્રાફ્સ,ડોક્યુમેંટ્સ દયાની અરજી સાથે અટેચ કરી શકો છો. જેનાથી આપ આપની નિર્દોષતાને મજબૂતીથી કોર્ટમાં રજૂ કરી શકશો.

ચોરી,મારામારી,બળાત્કાર અથવા કોઈ બીજા મામલામાં આપને ષડયંત્ર કરીને ફસાવ્યા હોય તો આપ હાઇકોર્ટમા અપીલ કરી શકો છો. હાઇકોર્ટમા કેસ ચાલતો હોય તે દરમ્યાન પોલિસ તમારી વિરુધ્ધ કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરી શકે. એટલુંજ નહીં જો તમારી વિરુધ્ધ વોરંટ પણ બહાર પડ્યો હોય તો પણ કેસ ચાલતો હોય તે દરમ્યાન આપની ધરપકડ નહીં કરી શકે. કોર્ટ તપાસ અધિકારીને તપાસ માટે જરૂરી દિશા-નિર્દેશ પણ આપી શકે છે.

જો તમે આ કલમ દ્વારા હાઇકોર્ટમા યાચિકા દાખલ કરવા માંગતા હો તો પહેલાં એક ફાઇલ તૈયાર કરો. આ ફાઇલમાં FIR ની કોપીની સાથે પુરવાના જે પણ જરૂરી ડોક્યુમેંટ્સ હોય તે જોડો. આપ વકિલ ના મધ્યમથી પુરાવા તૈયાર કરી શકો છો. આપના પક્ષમાં કોઈ સાક્ષી હોય તો એમાં એનો પણ ઉલ્લેખ કરો.

આ પણ વાંચો: જો પોલીસ તમારી FIR ના લખે અને પોતાની મનમાની કરે તો શું કરવું?

આવા કેટલાએ મામલા તમે તમારી આસપાસ કે ટીવી-સમાચારપત્રમાં સાંભળ્યા હશે. જેમાં પોલીસે FIR નોંધવાની ના પાડી દીધી હોય, અથવા પોતાની રીતે તેમાં ફેરફાર કરી દીધો હોય. સામાન્ય માણસ આવા સમયે ઘણો પરેશાન થાય છે. તેને સમજ નથી પડતી કે આવી પરિસ્થિતિમાં શું કરવું? પરંતુ આવા મામલામાં હવે પરેશાન થવાની બિલકુલ જરૂરત નથી, કારણ કે, આને લઈ સુપ્રિમકોર્ટની કડક ગાઈડલાઈન છે, જેની જાણકારી અમે તમને આપવા જઈ રહ્યા છીએ. જો તો પણ કોઈ સુનાવણી નથી થતી તો એક ચેનલ છે, જેના દ્વારા તમારી ફરિયાદને મોટી ઓથોરિટી પાસે સીધી મોકલી શકો છો.


હાઈકોર્ટના વકીલ રજનીશ દુબે FIR નોંધવાના સંબંધિત કાયદા વિશે જણાવે છે કે, સુપ્રિમ કોર્ટની સંવિધાનિક બેન્ચે લલિતા કુમારી વર્સિસ ગવર્મેન્ટ ઓફ યૂપી કેસમાં CRPCના સેક્શન 154 હેઠળ FIRને લઈ કેટલીક ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ FIR દંડ યોગ્ય અપરાધ વિશે જાણકારી આપે છે તો કોઈ પણ પૂર્વ તપાસ જરૂરી નથી. એટલે કે આવી સ્થિતિમાં FIR નોંધવી અનિવાર્ય છે.

જોકે, કેટલાક મામલામાં દેખવામાં આવ્યું છે કે, પોતાની સગવડતા માટે પોલીસ આમાં ફેરફાર પણ કરી દે છે. પરંતુ તમારી સાથે કઈંક આવું બને છે તો, તમે આની ફરિયાદ પોલીસના મોટા અધિકારીને કરી શકો છો.

FIR નોંધવામાં ગડબડી સંબંધિત તમારી કોઈ ફરિયાદ હોય તો…

જો પોલીસ તમારી FIRમાં પોતાના હિસાબે ફેરફાર કરી રહી હોય તો, એવામાં તમારી પાસે એક અન્ય ચેનલ હોય છે, જેના દ્વારા તમે આગળ પગલું ભરી શકો છો.

FIR નોંધવામાં ગડબડી સંબંધિત તમારી કોઈ ફરિયાદ હોય તો તમારે આ ગડબડીની ફરિયાદ માટે SSPને એક અરજી આપવી પડશે. જો SSP પાસે પણ તમારી સુનાવણી નથી થતી તો, તમારે તમારી ફરિયાદ સંબંધિત અરજી DIGને આપવી પડશે.

ન્યાયાલય પાસે પણ લઈ શકો છો મદદ

જો તો પણ તમારી ફરિયાદ પર કોઈ સુનાવણી નથી થતી તો, તમે તમારા વિસ્તારના મેજિસ્ટ્રેટને સીધી અરજી આપી શકો છો. એક મેજિસ્ટ્રેટના ક્ષેત્રાધિકારમાં 4થી 5 પોલીસ સ્ટેશન હોય છે.

જો તમે પીડિત કે વાદી છો અને તો પણ કોઈ કારણવશ તમારી ફરિયાદની સુનાવણી નથી થઈ રહી તો તમે ડિસ્ટ્રીક્ટ જજ એટલે કે જીલ્લા ન્યાયાધિશને અરજી આપી આખા મામલાની જાણકારી આપી શકો છો. તો પણ સુનાવણી ના થાય તો, તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો છો.

આટલે જ થાકવાની જરૂર નથી, જો અહીં પણ સુનાવણી ના થાય તો, સીધો પીડિત અથવા ફરિયાદી PIL દાખલ કરી શકે છે. PIL સીધી હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં ફાઈલ કરવામાં આવે છે. એક PILને ફાઈલ કરવાની ફી માત્ર 50 રૂપિયા હોય છે